

સાયબર ફ્રોડ અટકાવવાના હેતુથી ટ્રાફિકના ઈ-ચલણની પોસ્ટ દ્વારા ડિલિવરી કરવામાં આવશે.
ગુજરાત: ટ્રાફિકના ઈ-ચલણ હવે પોસ્ટમેન મારફતે ઘરે પહોંચાડવામાં આવશે. સાયબર ફ્રોડ અટકાવવાના હેતુથી આ વ્યવસ્થા માટે ગુજરાત પોલીસ અને પોસ્ટ વિભાગ વચ્ચે મહત્વનો કરાર થયો છે.
આ કરાર હેઠળ ટ્રાફિકના ઈ-ચલણ પોસ્ટ દ્વારા સંબંધિત સરનામે પહોંચાડવામાં આવશે. ઈ-ચલણની ઘરઆંગણે ડિલિવરીની કામગીરીમાં પોસ્ટ વિભાગ જોડાશે.
નવી વ્યવસ્થા ક્યારથી અમલમાં આવશે અને તેની વિગતવાર પ્રક્રિયા શું રહેશે, તે અંગેની માહિતી હાલ ઉપલબ્ધ નથી.
હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.