
મોરબી: મોરબીમાં વસતા વાવ-થરાદ (બનાસકાંઠા)ના સમસ્ત પાંચ પરગણા બ્રહ્મસમાજના શ્રી આનંદ પ્રકાશ ઔદિચ્ય બ્રહ્મ સમાજ યુવક મંડળ દ્વારા શરદ પૂર્ણિમા રાસોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના વડીલો, યુવાનો, માતાઓ-બહેનો અને બાળકોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી હર્ષોલ્લાસ સાથે પર્વની ઉજવણી કરી હતી.
મહોત્સવમાં બ્રહ્મસમાજના ગુરુ શ્રી આનંદ પ્રકાશ બાપુની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ ભોજન પ્રસાદ, રાસ-ગરબા અને દૂધ-પૌંઆના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને કાર્યક્રમની શોભા વધારી હતી.
આ પ્રસંગે શ્રી આનંદ પ્રકાશ ઔદિચ્ય બ્રહ્મ સમાજ યુવક મંડળ, મોરબી દ્વારા દાતાશ્રીઓને શ્રી આનંદ પ્રકાશ બાપુનો ફોટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આયોજક મંડળે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા સમસ્ત બ્રહ્મસમાજના ભૂદેવ બંધુઓ તેમજ સહયોગ આપનાર દાતાશ્રીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.