
ડીસા: ડીસામાં 14 કલાકમાં બે વખત આગ લાગવાની ઘટના સામે આવી છે. એપીએમસી અનાજ માર્કેટમાં દુકાન નંબર 315માં આવેલી બાણેશ્વરી એન્ટરપ્રાઇઝમાં આગ ફાટી નીકળતાં માર્કેટ યાર્ડમાં અફરાતફરી સર્જાઈ હતી. ફાયર ફાઇટર ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવતાં મોટી દુર્ઘટના ટળી હતી.
મળતી માહિતી મુજબ, બાણેશ્વરી એન્ટરપ્રાઇઝની દુકાનના ધાબા ઉપર આગ લાગેલી હોય તેવાં દૃશ્યો સામે આવ્યાં હતાં. આગની જાણ થતાં આસપાસના વેપારીઓ, કામદારો અને મજૂરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અનાજનો જથ્થો ધરાવતા માર્કેટ યાર્ડમાં આગ લાગતાં સ્થાનિકોએ તાત્કાલિક ફાયર ફાઇટર ટીમને જાણ કરી હતી. ત્યારબાદ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. સમયસર આગ બુઝાવાતાં મોટી દુર્ઘટના ટળી હતી.
આગ લાગવાનું કારણ અને નુકસાનની ચોક્કસ વિગતો હજુ ઉપલબ્ધ નથી. ડીસામાં 14 કલાક દરમિયાન બનેલી બીજી આગની ઘટના અંગેની વધુ વિગતો પણ મળવાની બાકી છે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.