
નિર્ધારિત લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને બાકી કામગીરીને પ્રાથમિકતા આપવા માર્ગદર્શન
બનાસકાંઠા જિલ્લામાં વિકાસલક્ષી અને જનકલ્યાણલક્ષી યોજનાઓના અમલીકરણ તથા કામગીરીની પ્રગતિની સમીક્ષા માટે જિલ્લા પ્રભારી સચિવ ડી. કે. પ્રવીણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના અધિકારીઓની બેઠક યોજાઈ હતી. બેઠકમાં વિવિધ યોજનાઓના લક્ષ્યાંકો, પૂર્ણ થયેલી કામગીરી, બાકી કામો અને વર્તમાન સ્થિતિ અંગે વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
પ્રભારી સચિવે સંબંધિત વિભાગોના અધિકારીઓ પાસેથી યોજનાવાર કામગીરીની વિગતો મેળવી હતી. યોજનાઓના અમલીકરણમાં થયેલી પ્રગતિની સમીક્ષા સાથે કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા પ્રભારી સચિવે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યાં હતાં. તેમણે નિર્ધારિત લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને બાકી રહેલી કામગીરીને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું.
વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવીને વિકાસલક્ષી અને જનહિતલક્ષી કામગીરીને વધુ વેગ આપવા અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એમ. જે. દવે, નિવાસી અધિક કલેક્ટર સી. પી. પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.