
અંબાજી: નવરાત્રિ પર્વ દરમિયાન માઇભક્તો અને યાત્રાળુઓની સુવિધા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે આરતી અને દર્શનના સમયમાં ફેરફાર જાહેર કર્યો છે. ઋતુ પ્રમાણે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને નવું સમયપત્રક તા. ૧૧/૧૦/૨૦૨૬થી તા. ૧૯/૧૦/૨૦૨૬ સુધી અમલમાં રહેશે.
આરતી અને દર્શનનું સમયપત્રક
આરતી / દર્શન
સમય
સવારની આરતી
સવારે ૦૭:૩૦થી ૦૮:૦૦
સવારના દર્શન
સવારે ૦૮:૦૦થી ૧૧:૩૦
રાજભોગ
બપોરે ૧૨:૦૦
બપોરના દર્શન
બપોરે ૧૨:૩૦થી સાંજે ૦૪:૧૫
સંધ્યા આરતી
સાંજે ૦૬:૩૦થી ૦૭:૦૦
રાત્રિના દર્શન
સાંજે ૦૭:૦૦થી રાત્રે ૦૯:૦૦
નવરાત્રિના વિશેષ ધાર્મિક કાર્યક્રમો
• ઘટ સ્થાપન: રવિવાર, તા. ૧૧/૧૦/૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦થી ૧૦:૩૦ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિથી ઘટ સ્થાપન થશે.
• દુર્ગાષ્ટમી: સોમવાર, તા. ૧૯/૧૦/૨૦૨૬ના રોજ સવારની આરતી ૦૬:૦૦ કલાકે થશે અને સવારે ૧૦:૦૦ કલાકે ઉત્થાપન વિધિ યોજાશે.
• વિજયાદશમી: મંગળવાર, તા. ૨૦/૧૦/૨૦૨૬ના રોજ સાંજે ૦૪:૦૦ કલાકે સમીપૂજન થશે.
• શરદ પૂર્ણિમા: રવિવાર, તા. ૨૫/૧૦/૨૦૨૬ના રોજ રાત્રે ૧૨:૦૦ કલાકે માતાજીને દૂધ-પૌંઆનો ભોગ ધરાવી કપૂર આરતી કરવામાં આવશે.
• પૂનમની આરતી: સોમવાર, તા. ૨૬/૧૦/૨૦૨૬ના રોજ સવારની આરતી ૦૬:૦૦ કલાકે થશે.
દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રીની અખબારી યાદી અનુસાર, તા. ૨૦/૧૦/૨૦૨૬થી આરતી અને દર્શનનો સમય રાબેતા મુજબ પૂર્વવત રહેશે. મંદિરે આવનારા ભક્તોને સમયપત્રકની નોંધ લેવા જણાવાયું છે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.