
CENTRAL BHARAT NEWS12/10/2026 · સમાચાર
📍 સ્થળ: અંબાજીઅહેવાલ: CENTRAL BHARAT NEWS
નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજીના ચાચર ચોક ખાતે પરંપરાગત મોહનથાળ પ્રસાદના GI ટેગનું સત્તાવાર પ્રમાણપત્ર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને અર્પણ કરાયું. સમારોહમાં પ્રોફેસર ડૉ. ઉન્નત પી. પંડિત અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રસ્ટની અરજી પર વૈધાનિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ૧ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ પ્રમાણપત્ર જારી કરાયું હતું. આ ઓળખથી મોહનથાળ પ્રસાદના નામે નકલ, બનાવટી વેચાણ અને અનધિકૃત ઉપયોગ સામે કાયદાકીય રક્ષણ મળશે તથા તેની પરંપરાગત ઓળખ જાળવવામાં મદદ મળશે.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.