
પાલનપુરમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ; રસ્તા, રેલવે કનેક્ટિવિટી અને પાણી પુરવઠા સહિતના મુદ્દાઓની સમીક્ષા
પાલનપુર ખાતે કલેક્ટર કચેરીના મિટિંગ હોલમાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપી ઝડપી નિરાકરણ લાવવા તથા વિવિધ વિકાસકામો સત્વરે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
બેઠક દરમિયાન ધારાસભ્યો દ્વારા વિવિધ વિભાગોને પૂછવામાં આવેલા પ્રશ્નો અને સંબંધિત અધિકારીઓએ આપેલા જવાબોની સમીક્ષા કરવામાં આવી હતી. વિવિધ રજૂઆતોના અનુસંધાને થયેલી કામગીરીનો પ્રગતિ અહેવાલ મેળવી કલેક્ટરે જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યાં હતાં.
કલેક્ટર મિહિર પટેલે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જાળવવા ભાર મૂક્યો હતો. નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી કાર્યવાહી સત્વરે પૂર્ણ કરવા જણાવ્યું હતું.
બેઠકમાં રોડ-રસ્તા, રેલવે, કનેક્ટિવિટી, પાણી પુરવઠો, ચૂંટણી વિભાગ અને વન વિભાગ સહિતના વિવિધ વિષયો અંગે ચર્ચા થઈ હતી. રજૂ થયેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપી ત્વરિત ઉકેલ લાવવા તેમજ વિકાસકાર્યોને આગળ વધારવા જરૂરી કાર્યવાહી ઝડપથી પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ વસંતભાઈ પુરોહિત, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, દાંતાના ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારી એમ.જે. દવે, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમ્બે, અધિક જિલ્લા કલેક્ટર સી.પી. પટેલ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.