
વાવ-થરાદ: ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૧ જાન્યુઆરી ૨૦૨૭ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચેરી, વાવ-થરાદ દ્વારા આ પ્રક્રિયાની સમયસૂચિ જાહેર કરવામાં આવી છે.
જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ, મતદાન મથકોનું રેશનલાઈઝેશન અને રી-એરેન્જમેન્ટ કરવાની કામગીરી તા. ૨ નવેમ્બર ૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે. ત્યારબાદ તા. ૧૨ નવેમ્બર ૨૦૨૬ના રોજ સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ કરવામાં આવશે.
નાગરિકો મતદારયાદી સંબંધિત હક્ક-દાવા અને વાંધા અરજીઓ તા. ૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર ૨૦૨૬ સુધી રજૂ કરી શકશે. મળેલી અરજીઓનો નિકાલ તા. ૨૮ ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં કરવામાં આવશે.
સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તા. ૪ જાન્યુઆરી ૨૦૨૭ના રોજ ફોટાવાળી મતદારયાદીની આખરી પ્રસિદ્ધિ કરવામાં આવશે, તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, વાવ-થરાદ દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
કાર્યક્રમની મુખ્ય તારીખો
૨ નવેમ્બર ૨૦૨૬: મતદાન મથકોના રેશનલાઈઝેશન/રી-એરેન્જમેન્ટની કામગીરી પૂર્ણ કરાશે.
૧૨ નવેમ્બર ૨૦૨૬: સંકલિત મતદારયાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ.
૧૨ નવેમ્બરથી ૧૧ ડિસેમ્બર ૨૦૨૬: હક્ક-દાવા અને વાંધા અરજીઓ સ્વીકારાશે.
૨૮ ડિસેમ્બર ૨૦૨૬ સુધી: મળેલી અરજીઓનો નિકાલ.
૪ જાન્યુઆરી ૨૦૨૭: આખરી મતદારયાદીની પ્રસિદ્ધિ.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.