
CENTRAL BHARAT NEWS14/10/2026 · સમાચાર
📍 સ્થળ: પાલનપુરઅહેવાલ: CENTRAL BHARAT NEWS
પાલનપુરમાં ‘રમઝટ ગરબા મહોત્સવ-૨૦૨૬’: રાજ્યકક્ષા મંત્રી પ્રવીણભાઈ માળીએ માણ્યો ગરબાનો રંગ
પાલનપુર ખાતે લાયન્સ ક્લબ ઑફ પાલનપુર દ્વારા આયોજિત ભવ્ય ‘રમઝટ ગરબા મહોત્સવ-૨૦૨૬’માં રાજ્યકક્ષા મંત્રી પ્રવીણભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુજરાતી સંસ્કૃતિ, પરંપરા અને ભક્તિના અનોખા સંગમનો આનંદ માણ્યો હતો.
આ પ્રસંગે પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે નવરાત્રિ માત્ર ઉત્સવ નથી, પરંતુ મા જગદંબાની આરાધના, આપણી સમૃદ્ધ સંસ્કૃતિ અને સામૂહિક એકતાનું પર્વ છે. પરંપરાગત ગરબાની રમઝટ અને ભક્તિમય વાતાવરણ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાની સાથે નવી પેઢીને પણ તેની સાથે જોડે છે.
તેમણે આ ભવ્ય આયોજન બદલ લાયન્સ ક્લબ ઑફ પાલનપુરના સમગ્ર આયોજક પરિવારને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવી હતી.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.