ડીસાના બગીચા સર્કલ નજીક મોબાઇલ ચોરીની ઘટના બાદ એક શખ્સ નજીક આવેલા વી.જે. પટેલ શાક માર્કેટયાર્ડમાં ઘૂસી ગયો હતો. તેનો પીછો કરી રહેલા લોકો પણ માર્કેટયાર્ડ સુધી પહોંચ્યા અને તેને ઝડપી પાડ્યો હતો.
ઘટનાને પગલે માર્કેટયાર્ડમાં લોકોનાં ટોળાં એકત્ર થયાં હતાં. આ દરમિયાન શખ્સને લોકોએ માર માર્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારબાદ તેને માર્કેટયાર્ડની બહાર લઈ જવામાં આવ્યો હતો.
શહેરમાં મોબાઇલ ચોરીની ઘટનાઓ વધી રહી હોવાની ફરિયાદો વચ્ચે આ બનાવને પગલે લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સમગ્ર મામલે ડીસા દક્ષિણ પોલીસે શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.