

ગાંધીનગર: ગિફ્ટ સિટી મેટ્રો સ્ટેશન પર ટ્રાયલ રન દરમિયાન મેટ્રો ટ્રેન ડી-રેલ થઈ હોવાની માહિતી સામે આવી છે. વહેલી સવારે રોજિંદા ટ્રાયલ ટેસ્ટ દરમિયાન આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં મેટ્રોના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. અહેવાલો મુજબ, ઘટના બાદ ટ્રાયલ રન આશરે 15 મિનિટ માટે અટકાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર, આ મેટ્રો સેવા હજી મુસાફરો માટે શરૂ કરવામાં આવી નથી અને ટ્રાયલ ટેસ્ટ ચાલી રહ્યા છે. ટ્રેન ડી-રેલ થવાનું કારણ તથા નુકસાન અંગેની વિગતો સામે આવી નથી.
ઘટના અંગે મેટ્રો તંત્રની સત્તાવાર પુષ્ટિ અને વિગતવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.
આ અહેવાલ પ્રાપ્ત માહિતીના આધારે
હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.