
CENTRAL BHARAT NEWS12/10/2026 · સમાચાર
📍 સ્થળ: બનાસકાંઠા અમીરગઢઅહેવાલ: CENTRAL BHARAT NEWS
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના ઢોલિયા ગામે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે ભૈરવદાદાના મંદિરે દર્શન કરી રાજ્યના નાગરિકો અને ગ્રામજનોની સુખાકારી, સમૃદ્ધિ તથા પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.
મંત્રીશ્રીએ મંદિરના વિકાસ અને જરૂરી સુવિધાઓ અંગે કાર્ય કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમણે આદિવાસી બહુલ વિસ્તારોના વિકાસ, બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ અને અંતરિયાળ ગામો સુધી જરૂરી સુવિધાઓ પહોંચાડવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન સ્થાનિક આગેવાનો, સરપંચો અને નાગરિકોની રજૂઆતો સાંભળી અધિકારીઓ સાથે પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે. શક્ય ઉકેલ માટે રાજ્ય સરકાર સમક્ષ રજૂઆતો કરાશે. પ્રસંગે ગામના આગેવાનો, વડીલો, સંગઠનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.