
નંબર પ્લેટ વગરની મોટરસાયકલના એન્જિન નંબરથી ઓળખ મળી; એલ.સી.બી. વાવ-થરાદે 42 વર્ષીય આરોપીની ધરપકડ કરી
ડીસા/થરાદ: ડીસાથી ચોરાયેલી મોટરસાયકલ શોધી કાઢવામાં એલ.સી.બી. વાવ-થરાદને સફળતા મળી છે. થરાદ ટાઉનમાં શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ સાથે મળી આવેલા એક શખ્સની પૂછપરછ અને પોકેટ કોપમાં તપાસ કરતાં વાહનચોરીનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, મોટરસાયકલ પર નંબર પ્લેટ ન હોવાથી તેના એન્જિન નંબરના આધારે પોકેટ કોપમાં તપાસ કરવામાં આવી હતી. તપાસમાં મોટરસાયકલનો રજીસ્ટ્રેશન નંબર GJ-08-CJ-7765 હોવાનું સામે આવ્યું હતું.
વાહનની વધુ ખરાઈ કરતાં મોટરસાયકલ ડીસાથી ચોરાયેલી હોવાનું ખુલ્યું હતું. આ અંગે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં મોટરસાયકલ ચોરીનો ગુનો નોંધાયેલો હતો.
એલ.સી.બી. વાવ-થરાદે મોટરસાયકલ કબજે કરી કરશનભાઈ રામસીભાઈ પટેલ, ઉંમર 42 વર્ષ, રહે. બુકણા, તા. વાવ, જી. વાવ-થરાદની ધરપકડ કરી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીનો અગાઉનો ગુનાહિત ઈતિહાસ તપાસતાં ચોરી અને પ્રોહિબિશન સહિતના આશરે 9 ગુનાઓમાં અગાઉ સંડોવણી હોવાનું સામે આવ્યું છે.
આ કામગીરી એલ.સી.બી. પી.આઈ. એ.પી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા કરવામાં આવી હતી.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.