
કલેક્ટર કચેરી બહાર રસ્તા પર બેસી ખેડૂતોએ ધરણાં કર્યાં; લાંબા ચક્કાજામથી વાહનચાલકો અટવાયા
પાલનપુર: પોતાના પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવા પહોંચેલા ખેડૂતોએ કલેક્ટર કચેરી બહાર ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોના જણાવ્યા મુજબ, કલેક્ટર આવેદનપત્ર સ્વીકારવા ન આવતાં અને તેમનું માન ન જળવાતાં તેઓમાં રોષ ફેલાયો હતો.
નારાજ ખેડૂતો કલેક્ટર કચેરી બહાર જાહેર રસ્તા પર બેસીને ધરણાં પર ઊતરી ગયા હતા. લાંબા સમય સુધી ચક્કાજામ ચાલતાં વાહનચાલકો અટવાયા હતા અને રસ્તા પર અવરજવરને અસર થઈ હતી. ખેડૂતોની આક્રમક રજૂઆત અને વિરોધને પગલે તંત્ર દોડતું થયું હતું.
વિરોધ દરમિયાન ખેડૂતોએ પોતાના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરી હતી. પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
ત્યારબાદ કલેક્ટર આવેદનપત્ર સ્વીકારવા આવતાં ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો. આવેદનપત્ર સ્વીકારાયા બાદ ખેડૂતોએ રસ્તા પરથી હટીને ચક્કાજામ દૂર કર્યો હતો અને વિરોધ સમેટ્યો હતો.
વધુ સમાચાર માટે CENTRAL BHARAT NEWSની WhatsApp ચેનલને ફોલો કરો.

હજુ કોઈ કોમેન્ટ નથી. પ્રથમ કોમેન્ટ કરો.